પાકિસ્તાને અફઘાનિસ્તાનને કર્યું બરબાદ

તાલિબાન નેતાનો અૉડિયો વાયરલ 
કાબુલ, તા. 11 : અફઘાનમાં તાલિબાનને લાવવામાં પાકિસ્તાનની ભૂમિકા હોવાના દાવાઓને બળ આપતા એક ઘટનાક્રમમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઓડિયોમાં એક તાલિબાની નેતાએ જ પાકિસ્તાને અફઘાનિસ્તાનને તબાહ કર્યું હોવાનો ધડાકો કર્યો છે.
`મહેમાન' આઈએસઆઈ વડાએ અફઘાનનું ભવિષ્ય ખરાબ કરી નાખ્યું અને હવે બીજા યુદ્ધની નોબત આવી ગઈ છે, તેવું તાલિબાન નેતા કહે છે.
અફઘાન પત્રકાર નતીક મલિકજાદાએ પણ શેર કરેલા આ ઓડિયોમાં પાકિસ્તાન માટે `પંજાબ' શબ્દ પ્રયોગ કરાયો છે.
અગાઉ એવા અહેવાલ હતા કે પાકે માનવીય સહાય માટે ત્રણ વિમાન અફઘાન મોકલ્યા હતા, પરંતુ અફઘાન સરકારના ગુપ્ત દસ્તાવેજ લઈને પાછા ફર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer