કેરળનું સબરીમાલા મંદિર ખુલ્યું રસી ફરજિયાત

નવી દિલ્હી, તા. 17 : કેરળનું પ્રસિદ્ધ સબરીમાલા મંદિર શનિવાર 17મી જુલાઈથી 5 દિવસ માટે ખોલી દેવાયું છે. મંદિરને માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું છે. જો કે આ દરમિયાન રોજ 5,000 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. પરંતુ આ માટે તેમણે ઓનલાઈન બાકિંગ કરવું પડશે. આ મંદિર 21 જુલાઈ સુધી ખુલ્લું રહેશે. કોરોનાની બીજી લહેર બાદ સબરીમાલા મંદિર પહેલી વખત ખૂલ્યું છે.  ખાસ વાત એ છે કે, જે લોકો મંદિરમાં દર્શન કરવા ઈચ્છે છે તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ આપવું પડશે અથવા 48 કલાક પહેલાં સુધીનો કોરોના આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ પણ આપવો પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer