એચડીએફસી બૅન્કનો ચોખ્ખો નફો જૂન ત્રિમાસિકમાં 16 ટકા વધ્યો

મુંબઈ, તા. 17 : દેશની ખાનગીક્ષેત્રની અગ્રણી બૅન્ક એચડીએફસી બૅન્કનો જૂન ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 16.1 ટકા વધી રૂા. 7729.6 કરોડ થયો છે. ગયા વર્ષે સમાનગાળામાં બૅન્કનો ચોખ્ખો નફો રૂા. 6658.6 કરોડ થયો હતો.
બૅન્કની આ ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક 8.57 ટકા વધી રૂા. 17,009 કરોડ થઈ હતી. બૅન્ક દ્વારા અપાયેલા ધિરાણમાં 14.4 ટકાનો અને ચોખ્ખા વ્યાજના માર્જિનમાં 4.1 ટકાનો વધારો થવાથી બૅન્કની વ્યાજની ચોખ્ખી આવકમાં વધારો થયો હતો.
જોકે, જૂન ત્રિમાસિક ગાળામાં બૅન્કની આકસ્મિક ખર્ચ અને બેડ લોન સામેની જોગવાઈ વધીને 24 ટકા થઈ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer