વીજળી ઠપ તો વળતર

સંસદમાં વિધેયક રજૂ થશે
નવી દિલ્હી, તા. 17 : આવનાર સમયમાં કોઈ કંપની જાણ કર્યા વગર વીજળી કાપી નાખશે તો વળતર આપવું પડશે. ટેલિકોમ ક્ષેત્રની  જેમ જ વીજળી સેવા આપતી કંપનીથી જો સંતુષ્ટ નથી, તો બીજી કંપની પસંદ કરવાનો વિકલ્પ પણ મળી શકશે. 
આવતા સોમવારથી શરૂ થતાં સંસદના ચોમાસુ સત્રમાં સરકાર વીજ સુધારા વિધેયક 2021 રજુ કરી શકે છે. આ વિધેયક હેઠળ અનેક કંપનીઓને વીજળી પુરી પાડવાની જવાબદારી અપાશે, 
જેના કારણે ગ્રાહકો પાસે પસંદગીની કંપની ચૂંટવાનો વિકલ્પ મળશે. જો વિધેયક બહાલ થઈ જશે તો ઉર્જા વિતરણ ક્ષેત્રમાં આ એક મોટો સુધારો હશે જે ગ્રાહકોને તાકાત આપશે. વીજળી અને વૈકલ્પિક ઉર્જા મંત્રી આર.કે.સિંહે જણાવ્યું હતું કે, કેબિનેટ નોંધ જારી કરાઈ હતી. જેનો તમામ મંત્રાલયએ મંજૂર કરી છે. આ વિધેયક આવ્યા બાદ ખાનગી કંપનીઓ માટે વીજળી વિતરણ ક્ષેત્રમાં પ્રવેશનો રસ્તો ખુલી જશે. 
કોઈ યાંત્રીક કે વિકટ સ્થિતી સર્જાય ત્યારે નિશ્ચિત સમયસીમાથી વધુ સમય માટે વીજળી ઠપ્પ રહેશે તો પણ કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે, તેવી જોગવાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer