પુણેથી રૂપિયા પોણા ચાર કરોડનો 1878 કિલોગ્રામ ગાંજો જપ્ત છ જણની ધરપકડ

પુણે, તા. 17 : રાજ્યના ડિરેકટોરેટ અૉફ રેવન્યૂ (ડીઆરઆઇ)ની પુણે યુનિટે પુણે - સોલાપુર હાઇવે પરથી પોણા ચાર કરોડ રૂપિયાનો 1878 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની હેરફેર કરવા માટે ટ્રકચાલકે ગાંજાની ગૂણીઓને અનાનસ અને ફણસ નીચે સંતાડી હતી. આંધ્ર પ્રદેશથી નીકળેલા આ ટ્રકને ડીઆરઆઇએ પુણે- સોલાપુર હાઇવે પર આંતર્યો હતો. ટ્રકની તપાસ કરાતા તેમાંથી 40 ગૂણી ભરીને ગાંજો મળી આવ્યો હતો. ગાંજાની ગૂણીઓને છુપાડવા માટે ટ્રકચાલકે તેના પર અનાનસ અને ફણસ મૂકી દીધા હતા. આ ટ્રક સાથે એક મારુતિ કાર પણ એસ્કોર્ટ કરી રહી હતી. ડીઆરઆઇએ આ મામલે છ જણની ધરપકડ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer