દીદી, બંગાળ તો ખોઈ દીધું, વારાણસીમાં સ્વાગત છે : મોદી

બીજી મેની ઝલક નંદીગ્રામમાં જોઈ લીધી હોવાનું જણાવતા વડા પ્રધાન
કોલકાતા, તા. 3 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પોતાનાં સંસદીય ક્ષેત્ર વારાણસીનું ઉદાહરણ આપતાં તૃણમૂલ કોંગ્રેસના ભાજપ નેતાઓ પર બહારી હોવાના આરોપોનો સહસણતો જવાબ આપ્યો હતો. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અવારનવાર બહારી હોવાને લઇને ભાજપ પર નિશાન સાધતાં રહ્યાં છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બે તબક્કામાં ચૂંટણી થઇ ચૂકી છે, અને હજુ છ તબક્કામાં ચૂંટણી બાકી છે. ભાજપ અને ટીએમસીની વચ્ચે વાકયુદ્ધ ઝડપી થઇ ગયું છે. વડાપ્રધાન મોદીએ મમતા બેનરજી પર કટાક્ષ કરતાં કહ્યું કે, દીદી, બંગાળ તો તમે ખોઇ દીધું; વારાણસીમાં તમારું સ્વાગત છે.
 મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનરજી પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું કે, 2જી મેનાં શું થવાનું છે તેની ઝલક અમે નંદીગ્રામમાં જોઇ લીધી છે. 
પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. 2જી મેનાં જે સરકાર રચાશે એ ન માત્ર ડબલ એન્જિન સરકાર હશે, બલ્કે,  ડબલ લાભ પણ આપશે. વડાપ્રધાને ભાજપના નેતૃત્વ હેઠળની પહેલી કેબિનેટ બેઠકની યોજનાની પણ રૂપરેખા આપી હતી અને કહ્યું હતું કે, કેબિનેટનો પહેલો નિર્ણય  કિસાન સન્માન નિધિના અમલીકરણનો લેવામાં આવશે. મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપીશ. 
મોદીએ પોતાના સંબોધનમાં મમતા બેનરજી પર બંગાળની જનતાનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, `દીદી (મમતા બેનરજી) કહે છે કે લોકો ભાજપની રેલીમાં ભાગ લેવા પૈસા લે છે.   આ પહેલાં, પીએમ મોદીએ શનિવારે આસામના તામુલપુરમાં એક રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, આસામના લોકોએ ફરી એક વખત એનડીએ સરકાર બનાવવાનું મન બનાવ્યું છે. આસામને દાયકાઓ સુધી હિંસા અને અસ્થિરતામાં મુકનારને લોકો સ્વીકારશે નહીં. હવે મતબેંક માટે ભેદભાવ રાખનારા અને સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરનારાને બિનસાંપ્રદાયિક કહેવામાં આવે છે. અમારી સરકાર કોઈ પણ ભેદભાવ વિના દરેક માટે કામ કરે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer