બાંગ્લાદેશમાં બેકાબૂ કોરોના; આજથી સાત દિવસ લૉકડાઉન

નવી દિલ્હી, તા. 3 : આખી દુનિયાને દઝાડી રહેલા કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા બાંગલાદેશમાં આવતીકાલ રવિવારથી સાત દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની ઘોષણા કરી હતી. આપણા ભારતમાં 89 હજારથી વધુ નવા કેસ સામે બાંગલાદેશમાં 6469 નવા કેસ આવ્યા હતા, જે 2021માં સર્વાધિક આંક છે. આખા બાંગલાદેશમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 6,17,764 છે. એટલા તો ભારતમાં સક્રિય કેસ છે. છતાં ત્યાં કોરોનાને  નાથવા લોકડાઉન લાગુ કરાયું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer