મોટેરામાં ખેલાડીઓનો અભ્યાસ શરૂ

મોટેરામાં ખેલાડીઓનો અભ્યાસ શરૂ
અમદાવાદ, તા. 20 : ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓએ 24 ફેબ્રુઆરીથી મોટેરાના સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાનારા ડે નાઈટ ટેસ્ટ મેચ માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે અને સોશિયલ મીડિયા ઉપર ટ્રેનિંગની તસવીરો પણ અપલોડ થવા લાગી છે. ખેલાડીઓ સોશિયલ મીડિયા ઉપર વીડિયો પણ શેર કરી રહ્યા છે. 1.10 લાખની ક્ષમતા સાથે આ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બની ચુક્યું છે અને તમામ ટિકિટ પણ વેંચાઈ ચુકી છે. નવેમ્બર 2014 પછી પહેલી વખત સ્ટેડિયમમાં કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમાવાનો છે. શ્રેણીનો પહેલો ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડે જીતી લીધા બાદ બીજા ટેસ્ટમાં ભારતે 317 રને જીત નોંધાવીને બરાબરી કરી લીધી હતી. શરૂઆતી બન્ને ટેસ્ટ ચૈન્નઈના એમએ ચિદમ્બર સ્ટેડિયમમાં રમાયા હતા. હવે મોટેરામાં ડે નાઈટ ટેસ્ટ માટે ખેલાડીઓએ પરસેવો પાડવાની શરૂઆત કરી દીધી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer