કોરોનાના સંભવિત બીજા હુમલા વખતે ન્યૂ યૉર્કવાસીઓના આરોગ્યની રક્ષા કરવાનું વચન આપ્યું ડૉ. દેવ ચોકસીએ

કોરોનાના સંભવિત બીજા હુમલા વખતે ન્યૂ યૉર્કવાસીઓના આરોગ્યની રક્ષા કરવાનું વચન આપ્યું ડૉ. દેવ ચોકસીએ
રાજેન્દ્ર વોરા તરફથી 
ન્યૂ યોર્ક, તા. 8- હાલમાં ન્યૂ યોર્કમાં કોરોના વાઇરસના 4,46,691 કન્ફર્મ કેસ છે અને 33 હજાર લોકો આ વાઇરસને લીધે જીવ ગુમાવી ચૂકયા છે. આવા સજોગોમાં ન્યૂ યોર્કના હૅલ્થ કમિશનર તરીકે નિયુક્ત થયેલા ડૉ. દેવ ચોકસીએ આગામી સપ્ટેમ્બર માસમાં કોરોનાના સંભવિત બીજા હુમલા વખતે ન્યૂ યોર્કવાસીઓના આરોગ્યની રક્ષા કરવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ વાઇરસે ધર્રંગ કે આર્થિક સધ્ધરતાના તમામ મહોરાં ઉખેડીને સ્વાસ્થ્ય કેટલું મહત્ત્વનું છે તે આપણને સમજાવી દીધું છે. આ તમામ અનુભવોએ આપણને વધુને વધુ સારી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા સજ્જ કર્યા છે. 
મૂળ ગુજરાતના અને બે પેઢીથી અમેરિકામાં વસેલા ચોકસી પરિવારના 39 વર્ષના પુત્ર  ડૉ. દેવ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળમાં પણ વ્હાઇટ હાઉસમાં સહાયક હતા. ઓબામાએ તેમની નિમણૂક આરોગ્ય જાગૃતિ અને ઉપચર સમિતિના સલાહકાર તરીકે કરી હતી. ત્યાર બાદ તેઓ ન્યૂ યોર્ક આવ્યા અને હૅલ્થ પ્લસ હોસ્પિટલ્સ તરીકે ઓળખાતી સાર્વજાનિક આરોગ્ય સંસ્થાના જન આરોગ્ય વિભાગના વડા બન્યા હતા. 
ડૉ. દેવે કોવિડ-19ની સ્થિતિનું અવલોકન કર્યા બાદ જણાવ્યું હતું કે, બે મહિના અગાઉની સ્થિતિ કરતા અત્યારે આપણે વધુ સારી સ્થિતિમાં છીએ અને તેનો શ્રેય ન્યૂ યોર્કવાસીઓ, શાસનતંત્ર, આરોગ્ય વિભાગ, હોસ્પિટલ્સ અને હૅલ્થકર્મીઓને જાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer