સિમોના હાલેપ વિમ્બલ્ડન ચૅમ્પિયન

સિમોના હાલેપ વિમ્બલ્ડન ચૅમ્પિયન
મહિલા સિંગલ્સમાં દિગ્ગજ સેરેના વિલિયમ્સને માત્ર 55 મિનિટમાં હરાવી : ખિતાબ જીતનારી રોમાનિયાની પહેલી ખેલાડી બની

નવી દિલ્હી, તા. 13 : રોમાનિયાની સિમોના હાલેપ સેરેના વિલિયમ્સને હરાવીને વિમ્બલ્ડનની નવી ચેમ્પિયન બની છે. શનિવારે રમાયેલા વિમ્બલ્ડન મહિલા સિંગલ્સના ફાઈનલમાં ઓપન એરામાં સૌથી વધુ ખિતાબ જીતનારી સેરેના વિલિયમ્સને સિમોના હાલેપે શાનદાર રમતનું પ્રદર્શન કરતા સરળતાથી હરાવી હતી. સિમોના હાલેપે જીત સાથે ઈતિહાસ રચ્યો હતો. હાલેપ રોમાનિયાની વિમ્બલ્ડન સિંગલ્સ જીતનારી પહેલી ખેલાડી બની છે.
27 વર્ષિય સિમોના હાલેપ વિમ્બલ્ડનના ફાઈનલમાં પહેલી વખત પહોંચી હતી. જ્યારે અમેરિકાની સેરેના વિલિયમ્સે વર્ષના ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનના ફાઈનલમાં 11મી વખત જગ્યા બનાવી હતી. જો કે હાલેપે આ અંતરને માત્ર એક કાગળની વાત પુરવાર કરતા સેરેના વિલિયમ્સને સીધા સેટમાં 6-2, 6-2થી હરાવી દીધી હતી. સિમોના હાલેપે આ જીત માત્ર 55 મિનિટમાં મેળવી હતી. હાલેપનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ છે. આ અગાઉ ગયા વર્ષે હાલેપે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટ જીતી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer