ભારતીય મહિલા તિરંદાજી ટીમને વિશ્વ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ

ભારતીય મહિલા તિરંદાજી ટીમને વિશ્વ ચૅમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ
ડેન બોશ, તા. 15 : ભારતીય મહિલા કંપાઉન્ડ ટીમના ખેલાડી જ્યોતિ સુરેખા વેનમ, મુસ્કાન કિરાર અને રાજ કૌરે ડેન બોશાં શનિવારે તુર્કીને ત્રણ અંકે હરાવીને વિશ્વ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમની જીતમાં એશિયન ગેમ્સમાં કાંસ્ય પદક વિજેતા જ્યોતિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ખરાબ શરૂઆત બાદ તેણે આઠમાંથી છ પરફેક્ટ 10 નિશાન લગાડયા હતા. જેનાથી ભારતે મુકાબલો 229-226થી જીત્યો હતો. મુકાબલાના પહેલા દોરમાં ભારતીય ટીમ 55-57થી પાછળ રહી હતી. બીજા દોરમાં ભારતે લય પકડતા 58-53થી ટીમ આગળ રહી હતી. ત્યારબાદ ત્રીજા દોરમાં બન્ને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી અને 58-58ને સ્કોર બરાબર રહ્યો હતો. ચોથા દોરમાં પણ ભારતીય ટીમે 58નો સ્કોર કર્યો હતો. જ્યારે તુર્કીની ટીમ 57 અંક મેળવી શકી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer