લઘુ ઉદ્યોગકારોને 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન યોજનાનો રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

લઘુ ઉદ્યોગકારોને 59 મિનિટમાં એક કરોડ રૂપિયા સુધીની લોન યોજનાનો રૂપાણીએ કરાવ્યો પ્રારંભ
અમારા પ્રતિનિધિ તરફથી
વડોદરા, તા. 3 :?રજ્યિના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે વડોદરા ખાતે લઘુ ઉદ્યોગકારોને 59 મિનિટમાં રૂપિયા એક કરોડ સુધીની લોન એમએસએમઈ એકમોને સરળતાથી મળી શકે તે માટેની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 25 લઘુ ઉદ્યોગકારોને લોનના મંજૂરી પત્ર મુખ્ય પ્રધાનના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બૅન્ક અૉફ બરોડાના અધિકારીઓ , ડાયરેકટરો અને વડોદરાના સાંસદ સહિત રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
વડોદરાના અટલાદરા ખાતે આયોજિત એમએસએમઈ સપોર્ટ ઍન્ડ આઉટરીચ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લઘુ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હંમેશા ગરીબ અને મધ્યમ વર્ગ તેમ જ નાના ઉદ્યોગકારોને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે. એમએસએમઈ એકમોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ઝડપી લોન પૂરી પાડવા માટેની પહેલ કરી છે. ગુજરાતના લઘુ ઉદ્યોગોનું દેશના જીડીપીમાં હંમેશા મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે આ યોજનાના અંતર્ગત સ્થપાનારા નવા ઉદ્યોગો ગુજરાત અને દેશ માટે મહત્ત્વનું યોગદાન પૂરું પાડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના નાણાં મંત્રાલય આયોજીત એમએસએમઈ એકમો જાહેર ક્ષેત્રની બૅન્કો પાસેથી જીએસટી અને આવકવેરા રિર્ટન જેવા દસ્તાવેજોની મદદથી ધિરાણ મેળવી શકે તે આ પોર્ટલની વિશેષતા છે. સમગ્ર રાજ્યમાં આ પોર્ટલની સુવિધા કાર્યાન્વિત થવાની સાથે 10 હજાર જેટલા એમએસએમઈ અરજદારોની ધિરાણ અરજી મંજૂર કરવામાં આવી છે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો , ખેડૂતો, શોષિતો અને વંચિતો માટે સરકારે વચન પૂરું કર્યું છે. એવી લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી પ્રથમ વખત વડા પ્રધાનની આગેવાની હેઠળ ભારત સરકારે એમએસએમઈના વિકાસની ચિંતા કરી છે. 
મુખ્ય પ્રધાનએ જણાવ્યું હતું કે, એમએસએમઈ વિપુલ રોજગારીનું સર્જન કરવાની મહત્ત્વ ધરાવે છે. તેને અનુલક્ષીને ગુજરાત સરકારે એમએસએમઈ વિકાસ માટે અનેક વિધિ પ્રોત્સાહક યોજનાને અમલમાં મૂકી છે તથા રાજ્યના અંદાજપત્રમાં એક હજાર કરોડ રૂપિયાનું જંગી પ્રાવધાન કર્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer