વડોદરામાં ઈન્દિરા બેટીજીના મકાનને બારોબાર વેચવાના મામલે બે મહિલાની ધરપકડ

વડોદરામાં ઈન્દિરા બેટીજીના મકાનને બારોબાર વેચવાના મામલે બે મહિલાની ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી 
વડોદરા, તા. 6 : પુષ્ટિ વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઈન્દિરા બેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જૂના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે વડોદરાના માંજલપુર હવેલી પાછળ આવેલું ઈન્દિરા બેટીજીનું મકાન રૂપિયા 82 લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઈની આજે ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરતાં વૈષ્ણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કમળાબેન લાડ પોલીસ કમિશનરને સમા શાહ, સેજલ દેસાઈ અને ધર્મેશ મહેતા વિરુદ્ધ છેતરપિંડીની અરજી આપી હતી. જે અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચે શરૂ કરી હતી. જે અરજીની તપાસમાં સમા શાહ, સેજલ દેસાઈ અને દિલ્હીમાં રહેત ધર્મેશ મહેતાની પ્રથમ દૃષ્ટિએ સંડોવણી જણાઈ આવતા આજે ડીસીપી ક્રાઈમ બ્રાંચના જયદીપસિંહ જાડેજાએ ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો અને સમા શાહ અને સેજલ દેસાઈની ધરપકડ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer