ભારતના મહાન સંતોની રચનાઓ સાંભળવાની તક `સંત સંગીત''

ભારતના મહાન સંતોની રચનાઓ સાંભળવાની તક `સંત સંગીત''
કબીર, મીરાબાઈ, ગુરુ નાનક, આમિર ખુશરો, તુકારામ, નરસિંહ મહેતા, આનંદઘનજી, તુલસીદાસ, સૂરદાસ, જ્ઞાનેશ્વર, બુલ્લે શાહ જેવાં સંતો ભારતની ધરોહર છે. પ્રેમ, ક્ષમા, સંપ, ચારિત્ર્ય, દેશભક્તિ વિશે તેમણે ઉત્તમ રચનાઓનું સર્જન ર્ક્યું છે. શનિવાર, 24મી માર્ચે ડૉ. રાહુલ જોષી દ્વારા ભવન્સ-ચોપાટીમાં `સંત સંગીત' કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ભારતના જુદા જુદા ધર્મ અને વિસ્તારના સંતોની અદ્ભુત રચનાઓ સાંભળવાની તક મળશે. `જન્મભૂમિ પત્રો' આ કાર્યક્રમના મીડિયા સ્પોન્સર છે. આપણા સંતોને નમ્ર આદરાંજલિ અને વિશ્વશાંતિનું ધ્યેય ધરાવતા આ કાર્યક્રમમાં ડૉ. રાહુલ જોષી, સંપદા ગોસ્વામી, શ્વેતા મિશ્રા અને સંગીતા કપૂર સંતોની વિવિધ રચનાઓ રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન કરશે `સમય-મહાભારત' ફેમ હરીશ ભીમાણી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer