જીએસટીથી લોકો ટૅક્સ ટેરેરિઝમનો ભોગ બન્યા : ડૉ. મનમોહન સિંઘ

જીએસટીથી લોકો ટૅક્સ ટેરેરિઝમનો ભોગ બન્યા : ડૉ. મનમોહન સિંઘ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 2 : આજરોજ વેપારીઓ સાથે સંવાદ કરવા પધારેલાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતાં. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ને તેમણે ટેક્સ ટેરેરીઝમ ગણાવ્યું હતું તેમજ ખેડૂતોથી લઈને વેપારી વર્ગ અને સામાન્ય લોકો તેનો ભોગ બન્યા હોવાનું ટાંક્યું હતું. 
વડાપ્રધાન મોદીની આર્થિક નીતિ સામે પ્રશ્નાર્થ કરતાં તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, વર્ષ 2014 બાદ દેશનું અર્થતંત્ર ધીમું પડયું છે. યુપીએનાં શાસનનાં 7.8 ટકાનો ગ્રોથ રેટ હતો જે મોદી સરકારમાં ઘટીને છ ટકાની અંદર આવી ગયો હતો. તેમણે ઉમેર્યુ હતું કે, વડાપ્રધાન મોદી એવું કહે છે કે, હું ગુજરાતીઓને નફરત કરું છું. પરંત આ સત્યથી તદ્ન વેગળું છે. મારા દિલમાં ગુજરાતીઓ માટે અનોખું સ્થાન છે. સરદાર પટેલને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે, દેશની આઝાદીમાં અને અખંડ ભારતનાં નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકા મહત્વની છે. જે  દેશનાં દરેક નાગરિકે ગર્વ લેવા જેવી બાબત છે. 
દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. મોદી સરકારે જે પણ વચન લોકોને આપ્યા હતાં તે તેમણે પૂરા કર્યા નથી. ખેડૂતોને પાકનાં ભાવો મળતાં નથી તો બાંધકામ ક્ષેત્રે પણ રોજગારી ઓછી થઈ છે. નોટબંધીથી પણ લોકોએ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, સરકાર કહે છે કે નોટબંધીથી દેશને અને લોકોને ફાયદો થયો છે. પરંતુ, સરકાર એ જણાવતી નથી કે નોટબંધીથી શું ફાયદો થયો છે. અમે તે ફાયદો જાણવા માંગીએ છીએ. સરકારની સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ ઈન્ડયા જેવી લોભમણી યોજનાઓમાં ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ થયું હોય તેવું જણાતું નથી. 
ડો. સિંઘે એ પણ સ્પષ્ટ કર્યુ હતું કે, મોદી સરકાર માત્ર જુમલા આપે છે. મોદી સરકાર જુમલા સરકારથી વિશષ કાંઈ નથી. તેમણે ગુજરાતીઓનાં વખાણ કરતાં કહ્યંy હતું કે, ગુજરાતીઓ દરેક ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે જે સરાહનીય છે. 
બીજા ત્રૈમાસિકમાં 6.3 ટકાની જીડીપી વૃદ્ધિ આવકાર્ય છે પરંતુ આગલા પાંચ ત્રૈમાસિકમાં જોવા મળેલા ઘટાડાનો ટ્રેન્ડ (પ્રવાહ) ઉલટાઈ રહ્યાનો આમાં સંકેત મળતો હોવાના નિષ્કર્ષ તારવવો ઘણું વહેલું ગણાશે. યુપીએ સરકારની દસ વર્ષના સરેરાશ વૃદ્ધિ દરને આંબવાનું મોદી સરકાર માટે શકય નથી, ત્યાં સુધી આંબવાને અર્થતંત્રે પાંચમા વર્ષમાં 10.6 ટકાના દરે વિકસવાનું રહે એમ જણાવી સિંહે ટકોર કરી હતી કે એમ થશે તો હું રાજી થઈશ પણ સ્પષ્ટપણે કહી દઉં તો આમ થવાનું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer