વિદેશી હૂંડિયામણની અનામત 2.6 અબજ ડૉલર ઘટી

મુંબઈ, તા. 7 : ભારતની વિદેશી હૂંડિયામણની અનામત 29 સપ્ટે. 2017ના પૂરાં થયેલા સપ્તાહમાં 2.6 અબજ ડૉલર ઘટી 400 અબજ ડૉલરની રહી હતી. વિદેશી ચલણની અસ્કયામતમાં ઘટાડાને પગલે આ સ્થિતિ સર્જાઈ છે. ગયા સપ્તાહમાં હૂંડિયામણ અનામત 2623 લાખ ડૉલર ઘટીને 402.2 અબજ ડૉલરની રહી હતી. જે 15 સપ્ટેમ્બર 2017ના સપ્તાહમાં 402.5 અબજ ડૉલરની ઉચ્ચતમ સપાટીને સ્પર્શી હતી. વિદેશી હૂંડિયામણની અનામત 2.6 અબજ ડૉલર ઘટીને 375.2 અબજ ડૉલર રહી હતી. જ્યારે સોનાની અનામત 20.7 અબજ ડૉલરની સપાટીએ યથાવત જળવાઈ રહી હતી. આઈએમએફ સાથે સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટસ 100 લાખ ડૉલર ઘટીને 1.5 અબજ ડૉલર રહ્યા હતા. દેશની આઈએમએફ પાસેની અનામત સ્થિતિ 152 લાખ ડૉલર ઘટી 2.28 અબજ ડૉલર રહી હતી.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer