અમિતાભ ચૌધરી એક્સિસ બૅન્કના એમડી-સીઈઓ બનશે

અમિતાભ ચૌધરી એક્સિસ બૅન્કના એમડી-સીઈઓ બનશે
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ) : એક્સિસ બૅન્કના મૅનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર (સીઈઓ) તરીકે અમિતાભ ચૌધરીની 1 જાન્યુઆરી, 2019થી ત્રણ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરાઈ હોવાનું બૅન્કે જણાવ્યું છે.
ચૌધરી હાલ એચડીએફસી સ્ટાન્ડર્ડ લાઇફ ઇન્શ્યુરન્સ કંપનીમાં એમડી અને સીઈઓ છે અને 31 ડિસેમ્બર, 2018ના રોજ શીખા શર્માએ રાજીનામું આપ્યાં બાદ ચૌધરી ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બૅન્કના કારભાર સંભાળશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer