શૂટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના અંકુરનો સેનેરી દેખાવ

શૂટિંગ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતના અંકુરનો સેનેરી દેખાવ
ડબલ ટ્રેપમાં ગોલ્ડ જીત્યો : ટીમ સ્પર્ધામાં પણ કાંસ્ય

નવી દિલ્હી, તા. 8 : ભારતીય નિશાનેબાજ અંકુર મિતલે આજે આઈએસએસએફ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ડબલ ટ્રેપ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને કારકિર્દીનો સૌથી મોટો વિજય હાંસિલ કર્યો હતો. ટૂર્નામેન્ટમાં ભારતીય શૂટરોનું શાનદાર પ્રદર્શન આગળ વધ્યું છે.
27 વર્ષના મિતલે 150માંથી 140 અંક મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં તેણે ચીનના મિયાંગ યાંગ અને સ્લોવેકિયાના હુબર્ટ આંદ્રેજેજ સાથે થયો હતો. અંકુરે આ સાથે ટીમ સ્પર્ધામાં મોહમ્મદ અસાબ અને શાર્દૂલ વિહાન સાથે કાંસ્ય પદક પણ જીત્યો હતો.
જો કે, ભારતની અંજુલ મુદગિલ 50 મી. થ્રી પોઝિશનમાં નવમા સ્થાને રહી હતી, તો મનુ ભાકર 25 મી. પિસ્તોલમાં 584 અંક સાથે 10મા સ્થાને રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer