`સૂરમા''ની પાકિસ્તાન અને કુવૈતમાં પણ રીલિઝ

`સૂરમા''ની પાકિસ્તાન અને કુવૈતમાં પણ રીલિઝ
મુંબઈ, તા.14 (પીટીઆઇ) : ભારતના હૉકી ખેલાડી સંદીપ સિંહના જીવન પર આધારિત ફિલ્મ `સૂરમા'ની પાકિસ્તાન અને કુવૈત સહિતના દેશોમાં પણ રજૂઆત થઇ છે. સંદીપ સિંહને પક્ષઘાત થયા બાદ બે વર્ષે સારવાર બાદ ફરી મેદાનમાં આવ્યો હતો અને દેશ માટે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરેલું છે. એક ખેલાડીના જીવન સાથેના આ સંઘર્ષની કહાની દર્શકોને ખૂબ પસંદ આવી છે. આ ફિલ્મમાં સંદીપ સિંહની ભૂમિકા દિલજિત દોસાંજે ભજવી છે. દિગ્દર્શક શાદ અલીએ જણાવ્યું હતું કે આ ફિલ્મ માત્ર ભારતના દર્શકોમાં જ નહીં દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ ફિલ્મ બની છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં રજૂઆત પામી છે અને કુવૈતમાં લગભગ દાયકા બાદ કોઇ હિંદી ફિલ્મ રજૂ થઇ છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer