ગાયોના હુમલામાં ઘવાયેલા દીપડાનું મોત

ગાયોના હુમલામાં ઘવાયેલા દીપડાનું મોત
ઔરંગાબાદ, તા. 14 : તાજેતરમાં ઔરંગાબાદના ગૌટાલા વન્યજીવન અભયારણ્યમાં ગાયોના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા દીપડાનું શુક્રવારે સવારે મોત થયું હતું એમ વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.  પુણે જિલ્લામાં જુન્નાર નજીકના માનિકદોહ લીઓપાર્ડ રેસ્ક્યુ સેન્ટરમાં આ દીપડાની સારવાર કરવામાં આવી હતી. આ દીપડાએ સોમવારે સવારે ગૌટાલામાં ભામ્બારવાડી શિવર ખાતે એક વાછરડાને મારી નાખતા ગાયોના એક ધણે તેના પર હુમલો કર્યો હતો. એક ગાયે દીપડાને પોતાના શિંગડાથી ઊંચકીને હવામાં ઉછાળ્યો હતો. દીપડાને પીઠમાં ફ્રેક્ચર થયું હતું અને આ હુમલાને કારણે તેને આંતરિક ઈજા થઈ હતી, એમ વન અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer