વિમ્બલ્ડન : વિનસને મળી હાર, સેરેનાની આગેકૂચ

વિમ્બલ્ડન : વિનસને મળી હાર, સેરેનાની આગેકૂચ
 
લંડન, તા. 7 : વર્ષના ત્રીજા ગ્રાંડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં અમેરિકાની સેરેના વિલિયમ્સે ચોથા દોરમાં પ્રવેશ કર્યો છે. જ્યારે વીનસ વિલિયમ્સ ત્રીજા દોરમાં ઉલટફેરનો શિકાર બનીને બહાર થઈ છે. ત્રીજા તબક્કામાં સેરેનાએ રશિયાની ક્રિસ્ટિના મ્લાટેનોવિકને મ્હાત કરી હતી. જ્યારે વર્લ્ડ નંબર-9 વીનસને નેધરલેન્ડની કિકિ બેર્ટેસએ હરાવી બહારનો રસ્તો બતાવ્યો હતો. કિકિએ વીનસને બે કલાક અને 40 મીનિટ ચાલેલા મુકાબલામાં 6-2, 6-7, 8-6થી પરાસ્ત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer