સુનંદા પુષ્કર મૃત્યુ પ્રકરણ : શશી થરૂરને નિયમિત જામીન મળ્યા


નવી દિલ્હી, તા. 7: સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર હાઇ પ્રોફાઇલ સુનંદા પુષ્કર મોતના કેસમાં દિલ્હીની પટિયાલા કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરને નિયમિત જામીન આપી દીધા હતા. હવે 26મી જુલાઇના દિવસે ચકાસણીની ચકાસણી કરવામાં આવનાર છે. પાંચમી જુનના દિવસે કોર્ટે શશી થરૂરને સાતમી જુલાઇના દિવસે હાજર થવા માટે કહ્યું હતું. અગાઉ પાંચમી જુલાઇના દિવસે દિલ્હીની પટિયાલા કોર્ટે થરૂરને આગોતરા જામીન આપી દીધા હતા. અગાઉ તેમનાં પત્ની સુનંદા પુષ્કરના મોતના મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસકોર્ટ દ્વારા શશી થરૂરને આરોપી તરીકે ગણ્યા હતા. પાચમી જુનના દિવસે દિલ્હી કોર્ટે કોંગ્રેસના સાંસદ સામે સમન્સ જારી કરી દીધું હતું. જેના ભાગરૂપે એક આરોપી તરીકે થરૂર આજે કોર્ટમાં હાજર રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer