બ્રિટનના મહારાણી એલિઝાબેથનાં જન્મદિવસ પર પેલેસ ખાતે ખાસ પરેડનું આયોજન

બ્રિટનના મહારાણી એલિઝાબેથનાં જન્મદિવસ પર પેલેસ ખાતે ખાસ પરેડનું આયોજન
  
બ્રિટનના મહારાણી એલિઝાબેથનાં જન્મદિવસ પર પેલેસ ખાતે ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ક્વીનની પરેડના બદલે દુનિયાભરની નજર શીખ સૈનિક પર ચોંટી ગઇ હતી. ઇતિહાસમાં પહેલીવાર બન્યું કે રોયલ પરેડમાં કોઇ શીખ સૈનિક માથા પર પાઘડી પહેરીને જોડાયો હોય. ઇંગ્લૅન્ડમાં 22 વર્ષના ચરનપ્રીત સિંહ લાલે ઇતિહાસ રચી દીધો છે. તેઓએ ઇંગ્લૅન્ડની રોયલ પરેડમાં ત્યાંના સૈનિકોની ટોપી પહેરવાને બદલે શીખ ધર્મની પાઘડી પહેરીને ભાગ લીધો હતો

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer