''17-''18માં સીધા વિદેશી રોકાણમાં 3 ટકાનો વધારો : સુરેશ પ્રભુ


નવી દિલ્હી, તા. 9:  દેશમાં સીધા વિદેશી રોકાણો (એફડીઆઈ)નો પ્રવાહ '17-'18માં 3 ટકા વધીને 62 અબજ ડોલર થયો છે.  જો કે ચાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સરકાર સત્તા પર આવ્યા પછીનું આ સૌથી ધીમી ગતિનું વિદેશી રોકાણ વિસ્તરણ છે. આગલા આર્થિક વર્ષમાં એફડીઆઈ પ્રવાહ અંદાજે 60 અબજ ડોલરનો રહ્યો હતો.
ઘરેલુ ખાનગી રોકાણ સ્થિર રહેવાના વાંકે એફડીઆઈ પ્રવાહમાંની મંથરતા એક ખરાબ સમાચાર છે એમ જણાવી વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે પુરાંત ઉત્પાદન ક્ષમતાના કારણે આમ થયું છે. આગલા 4 વર્ષમાંના 152 અબજ ડોલરની તુલનાએ મોદી સરકારના 4 વર્ષ દરમિયાન વિદેશી રોકાણ પ્રવાહ વધીને 223 અબજ ડોલર થયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer