સુશીલકુમાર સહિત ચાર ખેલાડીઓને એશિયન ગેમ્સના ટ્રાયલથી રાહત

નવી દિલ્હી, તા. 26 : અંતે ઈન્ડિયન રેસલિંગ ફેડરેશને રેસલર સુશીલ કુમાર અને સાક્ષી મલિક સહિત કુલ 4 પહેલવાનને આગામી મહિનામાં યોજાનારી એશિયન ગેમ્સ ટ્રાયલથી બાકાત રાખવાની અનુમતિ મળી છે. બે વખતના ઓલ્મિપિક મેડાલિસ્ટ સુશીલ કુમાર, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ તૈયારી માટે ટ્રાયલથી બહાર રાખવાની અપીલ કરી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે. જો કે હજી આ નિર્ણય બાબતે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. 
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer