તુવેર દાળ : રૅશન દુકાનદારોને કિલો દીઠ ત્રણ રૂપિયા વધુ કમિશન અપાશે

મુંબઈ, તા. 12 : વાજબી ભાવની દુકાનોમાં તુવેર દાળનું મોટા પાયા પર વેચાણ થાય તે માટે અધિકૃત રૅશન દુકાનદારો મારફત વિતરિત કરાનારી તુવેર દાળ માટે આ દુકાનદારોને હવે કિલો દીઠ ત્રણ રૂપિયાનું વધુ કમિશન અપાશે.
અગાઉના સરકારી નિર્ણય મુજબ આ દુકાનદારોને અનાજ વિતરણ માટે `પોસ' મશીન દ્વારા વિતરિત થનારી દાળ માટે પ્રતિ કિલો રૂા. 1.50 અને મશીન સિવાયની દાળ માટે 70 પૈસાનું કમિશન (માર્જિન) આપવામાં આવતું હતું.
જોકે, હવે તુવેર દાળનું વેચાણ વધે તે આશયથી કમિશનમાં વધારો કરવામાં આવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer