આરબીઆઈ 2018માં રેપો રેટ 0.25 ટકા વધારે એવી શક્યતા છે

મુંબઈ, તા. 10 : આ વર્ષે ફુગાવાનો દર  ક્રૂડ તથા કૃષિ ઉત્પાદનોના ઊંચા ભાવ અને વધતી રાજકોષીય ખાધને કારણે ઊંચો રહેવાની ધારણાએ રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા તેના ચાવીરૂપ દરો (રેપો રેટ)માં 0.25 ટકાનો વધારો કરે એવી શક્યતા છે. ગ્રાહકલક્ષી ફુગાવો છ ટકા જેવી ઊંચી સપાટીને સ્પર્શે નહીં એમ મનાય છે છતાં ચાર ટકાના સાધારણ એવા લક્ષ્યાંકથી ઓછો થાય એવી પણ શક્યતા નથી, એમ કેટ રેટિંગ્સના અહેવાલમાં જણાવ્યું હતું. વાસ્તવમાં માગ અને પુરવઠા એમ બે બાજુએ ચિંતા થઈ રહી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer