વડી અદાલતે અજિત પવાર વિરુદ્ધની તપાસ વિશે રાજ્ય સરકારને સવાલ કર્યો

નાગપુર, તા. 10 : બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે સિંચાઈ પ્રકલ્પના કરારમાં તત્કાલીન સિંચાઈપ્રધાન અજિત પવારની ભૂમિકા શોધી કાઢવા કઈ તપાસ કરાઈ તેની માહિતી આપો.
અદાલતે સરકારને આ બાબતમાં ખુલાસો કરવા બે અઠવાડિયાંનો સમય આપ્યો છે.
જસ્ટિસ ભૂષણ ધર્માધિકારી અને જસ્ટિસ સ્વપ્ન જોશીની બેન્ચે સરકારી વકીલને પવાર સામેની તપાસ વિશે સર્વગ્રાહી સોગંદનામું કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે એવો પણ સવાલ કર્યો હતો કે શા માટે અજિત પવારની અત્યાર સુધી પૂરપરછ કરાઈ નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer