ઈન્ફોસીસના નવા સીઈઓ અને એમડી પદે સલીલ પારેખની વરણી

ઈન્ફોસીસના નવા સીઈઓ અને એમડી પદે સલીલ પારેખની વરણી
 
બેંગલુરુ, તા. 2 : ઈન્ફોસીસે તેમના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટરના પદે કૅપ જેમિનીના ભૂતપૂર્વ બોર્ડ મેમ્બર સલીલ એસ પારેખનું નામ શનિવારે જાહેર કર્યું હતું.  ઈન્ફોસીસમાં સીઈઓ અને એમડીના પદે સલીલ પારેખ જોડાઈ રહ્યા છે તે અમારા માટે આનંદની વાત છે. તેમનો આઈટી સર્વિસીસ ક્ષેત્રમાં વૈશ્વિક અનુભવ ત્રણ દશક જેટલો છે. બિઝનેસની કાયાપલટ કરવામાં અને તેનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં તેઓ કુનેહ ધરાવે છે. અમારા ઉદ્યોગમાં પરિવર્તનના આ સમયમાં ઈન્ફોસીસનું સંચાલન કરવા માટે સલીલ શ્રેષ્ઠ વ્યક્તિ હોવાનું બોર્ડનું માનવું છે, એમ ઈન્ફોસીસ બોર્ડના ચૅરમૅન નંદન નિલેકણીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું. 
નોમિનેશન અને રેમ્યુનરેશન કમિટીનાં ચૅરપર્સન કિરણ મઝુમદાર - શૉએ જણાવ્યું હતું કે, વ્યાપક વૈશ્વિક શોધ બાદ અમે સલીલને ઈન્ફોસીસના સીઈઓ અને એમડીના પદે નિમણૂક કરવાથી સંતુષ્ટ છીએ.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer