સેન્કો ગોલ્ડ મૂડીબજારમાં પ્રવેશશે


કોલકાતા, તા. 2 : કોલકાતા સ્થિત જ્વેલરી રિટેલર સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સની મૂડીબજારમાં આઈપીઓ લાવવાની યોજના છે.
આ યોજના હજી વિચારણા હેઠળ છે અને માર્ચ 2018 બાદ નિર્ણય કરશે એમ સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર સુવનકર સેને જણાવ્યું હતું.
સેન્કો ગોલ્ડને આગામી બેથી ત્રણ વર્ષમાં વિકાસ અને વિસ્તૃતીકરણ માટે લગભગ રૂા. 700-800 કરોડની જરૂર છે. અમે અમારી બોર્ડ મિટિંગમાં આઈપીઓ વિશે ચર્ચા કરીશું. અમારી નાણાકીય કામગીરી પર અમારી ચીવટભરી નજર છે અને માર્ચ 2018 પછી અમે આઈપીઓ વિશે આગળ વધીશું એમ સેને કહ્યું હતું.
કંપનીએ 2014માં ખાનગી ઈક્વિટી ફર્મ એસએઆઈએફમાંથી લગભગ રૂા. 80 કરોડ ઊભા કર્યા હતા. હાલમાં પ્રમોટરોનું 80 ટકા જ્યારે બાકીના 20 ટકા હિસ્સો એસએઆઈએફનો છે.
કંપનીની માલિકીના તેમ જ ફ્રેન્ચાઈસી આઉટલેટ્સ મળીને સેન્કો ગોલ્ડના 87 સ્ટોર્સ છે. આગામી બે-ત્રણ વર્ષમાં 70 સ્ટોર્સ વધારવાની યોજના છે. તેમના જણાવવા મુજબ પ્રત્યેક સ્ટોર લગભગ રૂા. 12 કરોડ રોકાણના હશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer