જીએસટી કાપ બાદ નફાખોર રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી થશે

 
નવી દિલ્હી, તા. 18 : જીએસટી દરમાં મોટા ઘટાડા બાદ રેસ્ટોરન્ટ્સ દ્વારા મેનુમાં વાનગીઓના ભાવ વધારા પર ગંભીર સરકાર નફાખોરી વિરોધી જોગવાઇઓ હેઠળ રેસ્ટોરન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા વિચારી રહી છે.
નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખતમ થવાના કારણે ભાવ વધતા હોય તો જુલાઇમાં જીએસટી લાગુ થવા બાદ તેજ પ્રમાણમાં ઘટવા પણ જોઇતા હતા.
હકીકતમાં મોટાભાગનાં રેસ્ટોરન્ટ્સનો દાવો છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખતમ કરવાના જીએસટી કાઉન્સિલના ફેંસલાના કારણે મેનુના ભાવોમાં વધારો કરવો પડયો છે.
અધિકારીએ કહ્યું હતું કે, કાયદામાં સરકારને ફરિયાદો પર કાર્યવાહી કરવાની સાથોસાથ જાતે સંજ્ઞાન લેવાની અનુમતિ પણ મળેલી છે. નફાખોરીના અપરાધ સાબિત થઇ જાય તો સરકાર તેવાં રેસ્ટોરન્ટ્સ પર વધુમાં વધુ સંભવિત દંડ સહિતનાં પગલાં લેશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer