સુરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક નરેન્દ્રભાઈ પંચાસરાનું નિધન

સુરતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક નરેન્દ્રભાઈ પંચાસરાનું નિધન
 
સુરત, તા.11 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુરત ખાતેના વરિષ્ઠ પ્રચારક  નરેન્દ્રભાઇ ગિરધરલાલ પંચાસરાનું  (ઉ.વ. 84) 10 નવેમ્બરે રાત્રે નિધન  થયેલ છે. તેમની અંતિમયાત્રા આજે બપોરે 2.30 કલાકે રાંદેર અડાજણ ખાતેથી નીકળી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ સુધી ગઈ હતી. અંતિમયાત્રામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અનેક કાર્યકરો, જોડાયા હતા. શ્રદ્ધાંજલિ સભા રવિવારે `સંઘ કાર્યાલય રાંદેર રોડ સુરત ખાતે રાખવામાં આવેલ છે.  
નરેશભાઇ 1945થી અમરેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. તેમણે સંઘ કાર્યના મહત્વને જાણી વર્ષ 1964થી   રાષ્ટ્રકાર્યને સમર્પિત જીવન જીવવા કર્ણાવતીથી પ્રચારકનો માર્ગ અપનાવ્યો હતો.  પ્રચારક જીવનની શરૂઆત દાહોદથી થઇ ભિન્નભિન્ન જવાબદારીઓનું વહન કરતાં કરતાં ગુજરાત પ્રાંતના સહપ્રાંત પ્રચારક તરીકે ગુજરાતમાં સંઘકાર્યનો વ્યાપ વધાર્યો હતો. સંઘકાર્ય દરમિયાન તેઓ ગુજરાત ભરના અનેક મહાનુભાવો જેવા કે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી, સ્વ કાશીરામ રાણા, સ્વ ચંપકભાઇ સુખડીયા, યશવંતભાઇ ચૈધરી ફકિરભાઇ ચાહાણના પ્રેરણાસ્રોત રહ્યા છે.  દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ જિલ્લાના છેવાડાના વ્યકિતની સેવાના તથા સામાજિક સમરસતા ધ્યેયને અનુસરીને પ્રારંભ થયેલી ``ર્ડા. આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ'' સેવા સંસ્થાના સ્વપ્નદૃષ્ટા તેમ જ આધશિલ્પી બની સેવાકાર્યનો વ્યાપ અને સુંગધ સમગ્ર ગુજરાતમાં પ્રસરાવી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer