વિકાસની વ્યાખ્યા બદલાઈ છે, એના વગર કાંઈ સંભવ નથી : મોદી

વિકાસની વ્યાખ્યા બદલાઈ છે, એના વગર કાંઈ સંભવ નથી : મોદી
વડા પ્રધાને ટીકાકારોની બોલતી બંધ કરી


 
રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, તા. 7 : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સૌરાષ્ટ્રના બે મુખ્ય યાત્રાધામ દ્વારકા અને ચોટીલાની મુલાકાતે આવ્યા હતા અને વિવિધ ચાર યોજનાનું ભૂમિ પૂજન અને બે યોજનાનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોટીલા ખાતે યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે, હવે વિકાસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. વિકાસ આપણા સંતાનોનું ભવિષ્ય બદલી નાંખશે. 
તેમણે દ્વારકામાં દેશની પ્રથમ મરીન પોલીસ રિસર્ચ ઈન્સ્ટીટયૂટ સ્થાપવાની જાહેરાત કરી હતી અને ચોટીલાથી રાજકોટ નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમુહૂર્ત કરતાં કહ્યું કે, આ ઇન્ટરનેશનલ એરપોર્ટના આવવાથી સુરેન્દ્રનગર જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ થશે. 
વિકાસની વાતો કરીને વડાપ્રધાને વિરોધીને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer