બુચર આઇલૅન્ડ ફ્યુઅલ ટૅન્ક આગ : કૂલિંગ અૉપરેશન હજુએ ચાલે છે

બુચર આઇલૅન્ડ ફ્યુઅલ ટૅન્ક આગ : કૂલિંગ અૉપરેશન હજુએ ચાલે છે

મુંબઈ,તા.7 (પીટીઆઇ) : મુંબઈ પોર્ટ ટ્રસ્ટના બુચર આઇલેન્ડમાં ફ્યુઅલ ટેન્ક ફાર્મમાં શુક્રવારે લાગેલી આગને પૂર્ણપણે શાંત કરવાના પ્રયાસો હજુએ ચાલી રહ્યા હોવાનું ફાયર બ્રિગેડના ટોચના અધિકારીએ આજે સાંજે જણાવ્યું હતું. અધિકારીના જણાવ્યા પ્રમાણે આગ કાબૂમાં આવી ગઇ છે પરંતુ બળતણના ટેન્કરોની ગરમી અસહ્ય હોવાથી આજે સાંજે સાડા ચાર વાગ્યે ફરીથી જ્વાળાઓ ઊઠી હતી. 
શુક્રવારે સાંજે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મુંબઈ પોર્ટ ટ્રસ્ટના આ બળતણના ગોડાઉનમાં એક ટેન્કમાં આગ લાગી હતી. જોકે, સદ્નસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નથી નોંધાઇ. મુંબઈ ફાયર બ્રિગેડના વડા પી એસ રાહંગદળેએ કહ્યું હતું કે અસહ્ય ગરમી વચ્ચે આજે સાંજે સાડા ચાર વાગ્યે ફરીથી ટેન્કરમાં જ્વાળાઓ ઊઠી હતી. આમ છતાં આગને પૂર્ણપણે બુઝાવવાનું કૂલિંગ અૉપરેશન ચાલી રહ્યું છે. ફાયર બ્રિગેડે આ આગને કાબૂમાં લેવા અન્ય ઉપકરણો પણ કામે લગાવ્યા છે. ચોવીસ કલાકથી જવાનો આ કામગીરી કરી રહ્યાં છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer