અર્થશાસ્ત્રમાં નોબલ માટે સંભવિતોની યાદીમાં રઘુરામ રાજનનો સમાવેશ

નવી દિલ્હી, તા. 7: આગામી સોમવારે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની ઘોષણા થવાની છે. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નામ પણ નોબલ પુરસ્કારના સંભવિત વિજેતાઓની યાદીમાં સમાવવામાં આવ્યું છે. ક્લૈરિવેટ એનાલિટિક્સ એકેડમિક અને સાયન્ટિફિક રિસર્ચ કંપની દ્વારા સર્વે કર્યા બાદ સંભવિતોની આ યાદી તૈયાર કરવામાં આવી છે.  વોલ સ્ટ્રિટ જનરલના અહેવાલ પ્રમાણે સંભવિત વિજેતાઓનાં 6 નામોમાં રઘુરામ રાજનનો સમાવેશ થાય છે. રઘુરામ રાજનનું આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં મોટું નામ છે. સૌથી ઓછી ઉંમરે ગેરપશ્ચિમી આઇએમએફ પ્રમુખ બનનારા રાજને 2005માં અમેરિકાના અર્થશાસ્ત્રીઓ અને બેન્કરો સમક્ષ એક રિપોર્ટ રજૂ કર્યો હતો.  

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer