રાજનાથસિંહની મુલાકાત વખતે જ કાશ્મીરના શોપિયાં, બારામુલ્લામાં અથડામણ
સુરક્ષા દળોએ ત્રણ આતંકીને કર્યા ઠાર, એક પોલીસ જવાન શહીદ

બારામુલ્લા, તા. 9 (પીટીઆઈ): ગૃહપ્રધાન રાજનાથસિંહની મુલાકાત વખતે જ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સ્થિત રફિયાબાદમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ લખાય છે ત્યારે અથડામણ જારી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળોને આ વિસ્તારમાં બે આતંકવાદી છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. જે પછી તેમણે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી હતી. દરમિયાન આજે શોપિયાં જિલ્લામાં પણ ભારતીય લશ્કર અને ઘૂસણખોરો વચ્ચે સશસ્ત્ર અથડામણના સમાચાર મોડી રાત્રે મળ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે શોપિયાં જિલ્લાના સરહદી વિસ્તાર બારબુધ, ઇમામ સાહિલને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો અને ઘૂસણખોર-આતંકવાદીઓનું સર્ચ અૉપરેશન હાથ ધર્યું હતું. લશ્કરને આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયાની બાતમી મળી હતી. મોડી રાત્રે બે આતંકવાદીઓને ઠાર કરાયા હતા.