ઇરમા વાવાઝોડું : ફ્લોરિડામાં કટોકટી : લાખો લોકોનું સ્થળાંતર

ન્યુયોર્ક, તા. 9? : વાવાઝોડા ઇરમાને કારણે અમેરિકાના પૂર્વ કાંઠે આવેલું ફ્લોરિડા રાજ્યમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. અમેરિકાના ઇતિહાસનું સૌથી મોટુ સ્થળાંતર અહીં થઇ રહ્યું છે. અંદાજે 50 થી 60 લાખ લોકોને ફ્લોરિડા છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોને ચેતવણી આપવામાં આવી કે, `આ વાવાઝોડું એટલું ખતરનાક છે કે, જો તમે એના રસ્તામાંથી નહીં હટો તો તમારા પર જાનનો ખતરો છે.'

રવિવારે વહેલી સવાર સુધીમાં ઇરમા ફ્લોરિડા પર 240 કિ.મી. કલાકની ઝડપે ત્રાટકશે. ફ્લોરિડાના કાંઠાના વિસ્તારમાં ફરજિયાત ઘર છોડવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

ઇરમાને કારણે માત્ર મિયામી શહેરમાં જ 8 લાખ લોકોનું નુકસાન થવાનો અંદાજો છે. બાર્બુડા અને સેંટ માર્ટિન ટાપુઓ 90 ટકા સુધી સાફ થઇ ગયા છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer