સુરત કતારગામ વિસ્તારમાં કોઇ વેપારીના હીરા પડી ગયા અને લોકોએ રસ્તા પર શોધખોળ ચાલુ કરી : ટ્રાફિક થયો જામ

સુરત કતારગામ વિસ્તારમાં કોઇ વેપારીના હીરા પડી ગયા અને લોકોએ રસ્તા પર શોધખોળ ચાલુ કરી :  ટ્રાફિક થયો જામ
અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 9.  :  ડાયમંડ સિટી સુરત શહેરમાં કાંઇક અવનવું થતું રહયું છે. ત્યાં આજે સવારે કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં આવેલ જેરામ મોરાની વાડી નજીક હીરાના કારખાનાઓ આવેલા છે. ત્યાં રસ્તામાં કોઇ ક વેપારીનું હીરાનું પેકેટ પડી ગયું હશે. આવી ઘટના સુરત શહેરના મોટી હીરા બજાર અને વરાછા મીની હીરા બજારમાં બનતી હોય છે.  પરતું હીરા શોધવા માટે રીત સરની પડા પડી થવા પામી હતી. હીરા રસ્તા પર પડી જવાના કારણે લોકો પોતાનું ભાન ભૂલીને રીત સર રસ્તા ઉપર બ્રશથી સફાઇ કરીને હીરાની શોધ ચલાવી હતી. જો કે કોને કેટલા હીરા મળ્યા તે તો એ લોકો જ જાણે પરતું આ હીરાની શોધખોળમાં કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઇ હતી.   

સુરત શહેરમાં આવેલ હીરા બજારોમાં હીરાના વેપારીઓના પેકેટ પડી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અને હીરા બજારમાં તો હીરા શોધવા માટેની રીત સરનો વ્યવસાવ કરતા હોય તેવા લોકો પણ છે. જે કાયમ હીરા બજારમાં હીરા શોધવાનું જ કામ કરતા હોય છે. તો કેટલાક લોકો તો હીરા બજાર પાસેની પાણીની ગટરો વિસ્તારમાં પણ હીરાની શોધ કરતા જ હોય છે. અને જે હીરા મળે તે પોતાના લાગતા વળગતાને પોતાની રીતે વેચાણ પણ કરી દેતા હોય છે. 

આજે શહેરના કતારગામ ગોતાલાવાડી વિસ્તારમાં હીરાના અનેક નાના મોટા કારખાનાઓ આવેલા છે. આ વિસ્તારમાં કોઇ વેપારીના હીરા પડી જવાની વાત પવનવેગે વહેતી થતાં બ્રશ લઇને અનેક લોકો તે વિસ્તારમાં દોડી આવ્યા હતા. અને હીરા શોધવાનું ચાલુ કયું હતું. બે એક લોકોને હીરા મળ્યા હોવાની વાત વહેતી થતાં પોતાના કામકાજ છોડીને હીરા શોધવા માટે મહિલાઓ અને બાળકો પણ બ્રશો લઇન શોધવા આવી ગયા હતા. જો કે એક બે લોકોને બાદ કરતા કોને કેટલા હીરા મળ્યા તે જાણવા મળી શકયું નથી. તેમ જ કયા વેપારીનું હીરાનું પડીકું પડી ગયું તે પણ જાણવા મળ્યું નથી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer