મેક્સિકોના વિનાશકારી ભૂકંપનો મરણાંક વધીને 70 ઉપર
8.2ની તીવ્રતાના ધરતીકંપ પછી ઘાયલોમાં અનેક ગંભીર

મેકિસકો, તા. 9 : મેકિસકોનાં પેસીફીક કાંઠે આવેલા અને નજીકના અનેક દક્ષિણી દેશોને ધ્રૂજાવનાર, સદીનાં સૌથી વિનાશકારી 8.2ની તીવ્રતાનાં ભૂકંપનો મૃતાંક વધીને 70 પર પહોંચી ગયો છે. મરણાંક હજુ પણ વધી શકે છે. તેવી સત્તાવાળાઓએ આશંકા દર્શાવી હતી.

નેશનલ સિવિલ પ્રોટેકશન કો-ઓડિનેટર લુઇસ ફેલીપ યુએનીએ ટવીટ કરી હતી કે, રાષ્ટ્રીય ઇમરજન્સી કમિટીએ ઓકસામાં શુક્રવારે 45 મોતની વાતને સમર્થન આપ્યું હતું. જ્યારે ચીપાસીમાં 10 અને તાબાસ્કોમાં ત્રણ મોત થયાની વાતને સમર્થન કર્યું હતું.

ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામા ંઆવી છે. આ ભૂકંપ પ્રશાંત ક્ષેત્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં અનુભવાયા બાદ ભારે દહેશત ફેલાઇ ગઇ હતી.