આજે ફાઈનલમાં કેવિન એન્ડરસન અને રાફેલ નડાલ ટકરાશે

આજે ફાઈનલમાં કેવિન એન્ડરસન અને રાફેલ નડાલ ટકરાશે
નડાલ 16મા ગ્રાન્ડ સ્લેમથી એક પગથિયું દૂર : યુએસ ઓપનમાં ડેલ પાત્રોને માત કર્યો 

ન્યુ યોર્ક, તા. 9 : દુનિયાના પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ પોતાના 16મા ગ્રાન્ડ સ્લેમથી હવે માત્ર એક પગથિયું દૂર છે. યુએસ ઓપનના સેમીફાઈનલમાં નડાલે આર્જેન્ટીનાના 24મા ક્રમાંકના ખેલાડી માર્ટિન ડેલ પાત્રોને 4-6, 6-0, 6-3, 6-2થી હરાવીને યુએસ ઓપનના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

પહેલા સેટમાં સ્પેનના નડાલને ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. ડેલ પાત્રોની સર્વિસ અને ફોરહેન્ડ સામે નાડાલ લાચાર નજર આવતો હતો. જો કે બીજા સેટમાં નડાલે શાનદાર વાપસી કરી હતી અને પછીના ત્રણે ત્રણ સેટ જીત્યા હતા. હવે રવિવારે ફાઈનલમાં રાફેલ નડાલ સાઉથ આફ્રિકાના કેવિન એન્ડરસન સામે ટકરાશે. ટેનિસમાં ક્રમાંકની સિસ્ટમ શરૂ થઈ ત્યારબાદ પ્રથમ વખત કેવિન એન્ડરસન સૌથી નીચા ક્રમાંકનો ખેલાડી છે જે યુએસ ઓપનના ફાઈનલમાં પહોંચ્યો છે. ડેલ પાત્રો યુએસ ઓપનમાં અગાઉથી બિમારીનો ભોગ બન્યો હતો. જેના પરિણામે સેમીફાઈનલમાં નડાલ સામે પ્રથમ રાઉન્ડનું સારૂ પ્રદર્શન ટકાવી શક્યો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer