યુએસ ઓપનની સેમિફાઇનલમાં સાનિયા-પેંગની જોડીની હાર

બંને સેટમાં આરંભિક સરસાઇ ગુમાવતાં હિંગિસ-ચાનને મળી જીત

ન્યૂયોર્ક, તા. 9 (પીટીઆઈ) : વિશ્વની ચોથી ક્રમાંકિત ભારત-ચીની જોડી સાનિયા મિર્ઝા અને શુઆઈ પેંગની જોડી અમેરિકી ઓપનની મહિલા ડબલ્સની સેમિફાઈનલમાં સ્વિસ-ચીની જોડી માર્ટિના હિંગિસ અને જાન ચાન સામે હારીને બહાર ફેંકાઈ ગઈ છે.

હિંગિસ અને ચાનની જોડી સામે સાનિયા અને તેની જોડીએ સીધા સેટોમાં 6-4, 4-6થી મહત્ત્વની મેચ ગુમાવી હતી જેમાં બંને સેટમાં આરંભિક સરસાઈને જાળવી રાખવાની તક બંનેને ભારી પડી હતી.

મિર્ઝા અને પેંગે મેચના આરંભે જ 3-0ની સરસાઈ મેળવી લઈને આશા જગાવી હતી પરંતુ તે પછી હિંગિસ અને ચાનની જોડીએ વાપસી કરતાં સ્કોર બરોબરી પર લાવ્યો હતો અને 31મી મિનિટમાં પહેલો સેટ 6-4થી પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં પણ સાનિયા-પેંગની જોડીએ 3-1ની સરસાઈને ગુમાવી દીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer