હરમીન પ્રીતને રેલવેમાં બઢતી અપાઇ

હરમીન પ્રીતને રેલવેમાં બઢતી અપાઇ
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : હાલમાં મહિલા વર્લ્ડ કપની એક મેચમાં અફલાતૂન 171 રન(અણનમ) ફટકારીને ભારતીય ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારી ક્રિકેટર હરમનપ્રીત કૈરને પશ્ચિમ રેલ્વેમાં ખાસ ફરજ પરના અધિકારી(ઓએસડી) તરીકે બઢતી મળી છે. મે 2014 સુધી હરમનપ્રીત મુંબઈમાં પ.રેલ્વેમાં ચીફ ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતી હતી હવે તે ઓએસડી બનાવાઈ છે. પ.રેલ્વેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાએ જણાવ્યું હતું કે તે ખેલાડીઓ ખાસ કરીને મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer