ડોકલામ મુદ્દે ભારતનું વર્તન પરિપક્વ મહાસત્તા જેવું : અમેરિકી નિષ્ણાત
નવી દિલ્હી, તા. 12 : અમેરિકાના શિર્ષ રક્ષા નિષ્ણાતે ડોકલામ મુદ્દે ભારતના વ્યવહારની પ્રશંસા કરી છે. કહેવામાં આવ્યું છે કે, સરહદ ઉપર તંગદિલી વચ્ચે ભારત પરિપક્વ શક્તિ તરીકે વર્તન કરી રહ્યું છે જ્યારે ચીન તુમાખીભર્યા કિશોર જેવી વર્તણુંક કરી રહ્યું છે. 16 જૂનથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો વણસ્યા છે.

 ડોકલામ ભુતાનનો વિસ્તાર છે પણ ચીન આ વિસ્તાર ઉપર દાવો કરી રહ્યું છે. ભારતીય સેનાએ ચીનને ડોકલામમાં રસ્તાનું નિર્માણ કરતા રોકતા વિવાદ શરૂ થયો હતો. ત્યારથી જ ચીનના અધિકારીઓ અને મીડિયા દ્વારા ભડકાઉ નિવેદનો આપવામાં આવી રહ્યા છે.

ડોકલામ વિવાદમાં ભારત દ્વારા કરવામાં આવેલી વર્તણુંકને વખાણતા પ્રતિષ્ઠિત નેવલ વોર કોલેજના પ્રોફેસર જેમ્સ હોમ્સે કહ્યું છે કે, અત્યાર સુધી ભારત દ્વારા યોગ્ય નિર્ણયો કરવામાં આવ્યા છે.