વડોદરામાં ગૃહપ્રધાનના પ્રોગ્રામનો શમિયાનો તૂટયો : કાર્યકરોનો આબાદ બચાવ
અમારા પ્રતિનિધિ તરફથી

વડોદરા, તા.12: વડોદરાના પાણીગેટ પાણી ટાંકી પાસે જમીનદોસ્ત કરવામાં આવેલી સુલેમાની ચાલીની વિશાળ જગ્યામાં અત્યાધુનિક પાણીગેટ પોલીસ મથક  બનાવવામાં આવનાર છે. 

આજે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે તેના ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ ભારે વાવાઝોડું અને વરસાદ પડતા શમિયાણો તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી. શમિયાણા નીચે અનેક કાર્યકરો અને શમિયાણો છોડી રહેલા મજૂરોનો આબાદ બચાવ થયો હતો. જો કાર્યક્રમ 10 મિનિટ મોડો પૂરો થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

વડોદરા શહેરમાં પોલીસ મથકની નવી ઈમારત તેમ જ મહિલા પોલીસ સ્ટેશનના લોકાર્પણ માટે આવેલા રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને પાણીગેટ પોલીસ મથકના ભૂમિપૂજન સમયે હોનારત થતા સહેજ માટે રહી ગઈ હતી. કોઈ જાનહાનિ થઈ નથી.