`પીઓકે, ગિલગિટ પાકિસ્તાની હિસ્સો નથી'' પીઓકે નેતાઓનો દાવો
નવી દિલ્હી, તા. 12 :  પાકિસ્તાન સર.કાર દ્વારા સ્થાનિકોના કરાતાં દમનની સામે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના રાજકીય નેતાએ વિરોધનો અવાજ ઉઠાવ્યો છે. 

પીઓકેના રાજકીય નેતા મીસાફર ખાને કહ્યું કે ઈસ્લામાબાદના રાજકીય પક્ષોને પીઓકે, ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં દમન અને નાટકને બંધ કરવા જોઈએ કેમકે તે પાકિસ્તાનના હિસ્સા નથી.

પાકિસ્તાનના રાજકીય પક્ષોએ પીઓકે અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં લૂંટ અને અત્યાચાર મચાવી રાખ્યા છે જે બંધ થવા જોઈએ એમ ખાને જણાવ્યું હતું.

દરમ્યાન પીઓકેના એક રાજકીય કાર્યકર તૈફૂર અકબરે પણ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લોકોનું જીવન ગુલામ જેવું બની ગયું છે. 

પાકિસ્તાનની ક્રૂરતાને ઉઘાડી પાડતાં અકબરે જણાવ્યું હતું કે પીઓકેના લોકોને ગદ્દાર તરીકે સંબોધવામાં આવે છે અને નેશનલ એક્શન પ્લાન (એનપીએ)ના નામે તેમને નિયમિત અંતરે જેલમાં નાખવામાં આવે છે.

પીઓકેના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. તેમની પાસે માર્ગો, ફેક્ટરીઓ નથી.