સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં ઉછાળો

ક્રૂડતેલમાં નરમાઈનો માહોલ, કૉટનના ભાવમાં સેંકડા વધ્યા

મુંબઈ, તા. 12 : વિવિધ કૉમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના સપ્તાહ (4થી 10 અૉગસ્ટ) દરમિયાન એમસીએક્સ પર 24,56,655 સોદામાં રૂા.1,14,417.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો રહ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી હતી. એનર્જીમાં ક્રૂડ તેલના વાયદામાં નરમાઈ સામે નેચરલ ગેસ વધ્યું હતું. કૃષિ કૉમોડિટીઝમાં કોટનમાં 1,58,475 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સેંકડા વધી આવ્યા હતા. સીપીઓ, આરબીડી પામોલીનમાં સુધારાના સંચાર સામે એલચીમાં ઢીલાશ ભાવમાં રહી હતી. મરીના વાયદામાં બેતરફી વધઘટ રહી હતી. કૉમડેક્સ સપ્તાહ દરમિયાન 61.38 પોઈન્ટ વધ્યો હતો.

કીમતી ધાતુઓમાં સોનાનો અૉક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂા.28,537 ખૂલી, સપ્તાહના અંતે રૂા.600 (2.10 ટકા)ના ઉછાળા સાથે રૂા.29,176 બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.29,223 અને નીચામાં રૂા.28,300ના મથાળે અથડાયો હતો. ગોલ્ડ-ગિનીનો અૉગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂા.366 (1.61 ટકા) વધી રૂા.23,079 થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો અૉગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂા.50 (1.76 ટકા)ની વૃદ્ધિ સાથે રૂા.2,886 બંધ રહ્યો હતો. સોનાનો મિનિ સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂા.612 (2.15 ટકા) વધી બંધમાં રૂા.29,130ના ભાવ રહ્યા હતા. સોનાનો દૂર ડિલિવરીનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂા.706 (2.48 ટકા) વધી રૂા.29,204ના સ્તરે રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂા.38,076 ખૂલી, સપ્તાહના અંતે રૂા.1,186 (3.12 ટકા)ના ઉછાળા સાથે રૂા.39,213 બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.39,520 અને નીચામાં રૂા.36,935ના સ્તરને સ્પર્શ્યો હતો. ચાંદી-મિનિ અૉગસ્ટ વાયદો રૂા.1,179 (3.10 ટકા) અને ચાંદી-માઈક્રો અૉગસ્ટ રૂા.1,177 (3.09 ટકા) વધી સપ્તાહના અંતે અનુક્રમે રૂા.39,225 અને રૂા.39,223 બંધ રહ્યા હતા. દૂર ડિલિવરીના વાયદાઓમાં ચાંદીનો માર્ચ-18 વાયદો રૂા.1,097 (2.81 ટકા) વધી રૂા.40,164 અને સોનું-મિનિ જૂન-18 વાયદો રૂા.1,232 (3.04 ટકા) વધી રૂા.41,732 સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ અૉગસ્ટ વાયદો કિલોદીઠ રૂા.5.90 (1.45 ટકા) વધી રૂા.411.50, નિકલ અૉગસ્ટ રૂા.36.30 (5.49 ટકા) વધી રૂા.697.20, એલ્યુમિનિયમ અૉગસ્ટ રૂા.8.25 (6.79 ટકા) વધી રૂા.129.80, સીસું અૉગસ્ટ 80 પૈસા (0.53 ટકા) સુધરી રૂા.150.90 અને જસત અૉગસ્ટ રૂા.9.85 (5.54 ટકા) વધી રૂા.187.55 સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો અૉગસ્ટ વાયદો બેરલદીઠ રૂા.3,130 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.3,223 અને નીચામાં રૂા.3,094 સુધી જઈ સપ્તાહના અંતે રૂા.15 (0.48 ટકા)ના ભાવઘટાડા સાથે સપ્તાહના અંતે બંધમાં રૂા.3,128 રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો અૉગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂા.12.50 (6.97 ટકા) વધી બંધમાં રૂા.191.90ના ભાવ રહ્યા હતા.

કૃષિ કૉમોડિટીઝમાં કોટનના વાયદા રૂા.230થી રૂા.260ની રેન્જમાં ઊછળ્યા હતા. કોટનનો અૉક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂા.18,510 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.19,140 અને નીચામાં રૂા.18,480ને સ્પર્શી સપ્તાહના અંતે રૂા.250 (1.35 ટકા) વધી રૂા.18,740 બંધ રહ્યો હતો. સીપીઓના ત્રણેય વાયદાઓમાં રૂા.17થી રૂા.17.50ની વૃદ્ધિ રહી હતી. સીપીઓનો અૉગસ્ટ વાયદો 10 કિલોદીઠ રૂા.475.20 ખૂલી, સપ્તાહના અંતે રૂા.17 (3.56 ટકા)ની વૃદ્ધિ સાથે રૂા.494.90 બંધ રહ્યો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.496 અને નીચામાં રૂા.475.20 બોલાયો હતો. એલચીના ચારેય વાયદા રૂા.10.10થી રૂા.50.80 જેટલા નરમ રહ્યા હતા. એલચીનો અૉગસ્ટ વાયદો કિલોદીઠ રૂા.1,141 ખૂલી, સપ્તાહના અંતે રૂા.16.20 (1.38 ટકા) ઘટી રૂા.1,159.90 બંધ રહ્યો હતો. મરીનો સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂા.65 (0.13 ટકા) ઘટી રૂા.48,120 થયો હતો, જ્યારે મરીનો અૉક્ટોબર વાયદો રૂા.380 (0.80 ટકા) વધી સપ્તાહના અંતે બંધમાં રૂા.48,075ના ભાવ રહ્યા હતા. આરબીડી પામોલીનનો અૉગસ્ટ વાયદો 10 કિલોદીઠ રૂા.523 ખૂલી, સપ્તાહના અંતે રૂા.10.30 (1.97 ટકા) વધી રૂા.532.30ના સ્તરે રહ્યો હતો. મેન્થા તેલના વાયદા રૂા.19.30થી રૂા.34.60 જેટલા ઘટયા હતા. મેન્થા તેલનો અૉગસ્ટ વાયદો કિલોદીઠ રૂા.1,156.60 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.1,179.10 અને નીચામાં રૂા.1,094 સુધી જઈ સપ્તાહના અંતે રૂા.34.60 (3.02 ટકા) ઘટી રૂા.1,110.20 બંધ રહ્યો હતો.

કૉમોડિટી વાયદાનો સૂચકાંક કૉમડેક્સ 3149.81 ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં 3236.28 અને નીચામાં 3131.78 સુધી જઈ સપ્તાહના અંતે 61.38 પોઈન્ટ (1.95 ટકા) વધી 3214.67 બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ 140.98 પોઈન્ટ (3.02 ટકા) વધી 4812.12, એનર્જી ઈન્ડેક્સ 8.49 પોઈન્ટ (0.37 ટકા) વધી 2325.33 અને એગ્રી ઈન્ડેક્સ 20.22 પોઈન્ટ (0.84 ટકા) વધી 2441.34 સપ્તાહના અંતે બંધ રહ્યા હતા.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન સોનાના વિવિધ વાયદાઓમાં મળીને 83,733 સોદામાં રૂા.14,868.21 કરોડનાં 51.869 ટન, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને 4,09,889 સોદામાં રૂા.17,584.92 કરોડનાં 4,621.288 ટન, તાંબામાં 95,149 સોદામાં રૂા.7,424.30 કરોડનાં 1,80,681 ટન, તાંબુ-મિનિમાં 1,01,611 સોદામાં રૂા.1,398.23 કરોડનાં 34,014.750 ટન, નિકલમાં 91,031 સોદામાં રૂા.3,089.86 કરોડનાં 45,804.250 ટન, નિકલ-મિનિમાં 1,03,693 સોદામાં રૂા.1,047.88 કરોડનાં 15,529.100 ટન, એલ્યુમિનિયમમાં 43,687 સોદામાં રૂા.4,011.73 કરોડનાં 3,16,695 ટન, એલ્યુમિનિયમ-મિનિમાં 82,249 સોદામાં રૂા.1,506.78 કરોડનાં 1,18,996 ટન, સીસામાં 60,848 સોદામાં રૂા.6,412.26 કરોડનાં 4,24,470 ટન, સીસું-મિનિમાં 91,541 સોદામાં રૂા.1,846.03 કરોડનાં 1,22,189 ટન, જસતમાં 1,00,715 સોદામાં રૂા.13,111.34 કરોડનાં 7,10,625 ટન, જસત-મિનિમાં 1,41,800 સોદામાં રૂા.3,518.20 કરોડનાં 1,90,681 ટન, ક્રૂડ તેલમાં 3,80,076 સોદામાં રૂા.28,130.15 કરોડનાં 8,93,21,500 બેરલ્સ, ક્રૂડ તેલ-મિનિમાં 5,23,873 સોદામાં રૂા.4,200.60 કરોડનાં 1,33,34,650 બેરલ્સ, નેચરલ ગેસમાં 1,12,791 સોદામાં રૂા.4,294.06 કરોડનાં 23,53,48,750 એમએમબીટીયૂ, કોટનમાં 4,810 સોદામાં રૂા.296.62 કરોડનાં 1,58,475 ગાંસડી, સીપીઓમાં 9,692 સોદામાં રૂા.725.46 કરોડનાં 1,48,920 ટન, એલચીમાં 816 સોદામાં રૂા.10.96 કરોડનાં 99 ટન, મરીમાં 467 સોદામાં રૂા.28.64 કરોડનાં 589 ટન, આરબીડી પામોલીનમાં 110 ટન અને મેન્થા તેલમાં 18,174 સોદામાં રૂા.911.08 કરોડનાં 7,974 ટનના વેપાર થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer