આગામી અઠવાડિયે નિફટી-50માં હજુ થોડું કરેકશન શક્ય

નિફટી માટે 9700 અને 9770નો સ્તર મહત્ત્વપૂર્ણ

વાણિજ્ય  પ્રતિનિધિ  તરફથી

મુંબઈ, તા. 12: શૅરબજારમાં ધારણા પ્રમાણેની ભારે ઓવરબોટ સ્થિતિ (વાયદામાં તેજીનું લેણ)ને લીધે અપેક્ષિત કરેકશન આવ્યું છે. મોટા ભાગના ટેકનિકલ  લેવલ  ઇન્ડીકેટર જે રીતે તૂટવા માંડયાં છે, જેથી એવું જનાય છે કે ઘટાડો આગળ વધશે. નેશનલ  સ્ટૉક એક્સચેન્જમાં  તેજીના ખેલાડીઓની મોટા પાયે નફા તારવણી અને સટ્ટારૂપી વેચવાલીના  લીધે નિફટી-50 અઠવાડિક  નોંધપાત્ર રીતે 355 પૉઇન્ટ ઘટાડે 9710 બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્ષ માત્ર શુક્રવારે એક જ દિવસમાં 317 પૉઇન્ટ ઘટીને 31,213 બંધ હતો. આગામી અઠવાડિયે મંગળવારની જાહેર રજા છે. આગામી ચાર દિવસના અઠવાડિક સત્રમાન હવે નિફટી માટે ટેકનિકલ દૃષ્ટિએ 9770થી 9700ના લેવલ  અતિમહત્ત્વપૂર્ણ  બનશે. બાકીના  ઉછાળા દૂધના ઉભરા જેવાં પુરવાર થવાની શક્યતા છે. નિફટીને ટકવા માટે 9700થી 9770 વચ્ચે ભારે કશ્મકશ સ્થિતિમાંથી પસાર થઇ શકે છે. જોકે, ટેકનિકલ ચાર્ટની રીતે આરએસઆઇનો  સંકેત બજારમં  મંદીનો છે. જોકે, અઠવાડિક ધોરણે એમએસીડી હજી  તેજીમાં હોવાથી ટ્રેડરોએ તેની ઉપર લેણ અથવા  વેચાણથી બચવું જરૂરી છે.

ટૂંકમાં હવે નજીકના અથવા મધ્યમગાળા માટે બજારની ટોચના લેવલ 10,114થી 10,135 ઉપરના બંધની સંભાવના નથી. અઠવાડિક  ચાર્ટમાં પણ હજુ થોડા ઘટાડાના સકેત છે. જોકે, બજારમાં સમગ્ર રીતે ચુનંદા શૅરમાં લેવાલીનો અને તેજીનો અંડરટોન  લાંબાગાળા માટે ચાલુ રહી છે, પરંતુ તેના માટે હાથ પર રોકડ પૂરતી રાખવી જરૂરી બનશે. ફાર્મા ક્ષેત્ર ઘણું ઘટી ગયું હોવાથી હવે તેમાં આગામી અઠવાડિયે નજીકના બોટમ પછી થોડા સુધારાની શક્યતા છે. જેથી ફાર્માના સારા શૅરમાં અવસર ઝડપવો. મેટલ અને આઇટીના અગ્રણી  શૅરોમાં ટુકડે ટુકડે લેણ કરી શકાય. આ જ પ્રમાણે સારા ઉર્જા સ્ટૉક ખરીદી શકાય.

જોકે, સમગ્ર રીતે મિડકેપ અને સ્મોલ કૅપ શૅરોમાં હવે નવી તેજીની  સંભાવના ક્ષીણ થતી જાય છે, એમ જેમ સ્ટોનના એનલિસ્ટ મિલન વૈષ્ણવે જણાવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer