વડોદરાના ઇન્ટરનેશનલ ઍરપોર્ટનો ફોરેનના હવાઈમથક જેવો અદ્ભુત નઝારો

વડોદરાના ઇન્ટરનેશનલ ઍરપોર્ટનો ફોરેનના હવાઈમથક જેવો અદ્ભુત નઝારો
અમારા પ્રતિનિધિ તરફથી 

 વડોદરા,તા.12 : રાજયના પહેલા ગ્રીન ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ 22 ઓકટોબર  -2016 ના રોજ પીએમ મોદીએ કર્યું હતું. વડોદરા એરપોર્ટ અંદરથી અદ્ભુત દેખાય છે. એરપોર્ટનું ઈન્ટિરિયર, વીઆઈપી લોન્જ , સીઆઈપી લોંજ , રેસ્ટોરન્ટ અને બેઠક વ્યવસ્થા લકઝુરીયસ છે. એરપોર્ટમાં પ્રવેશ કરતાં જ વિદેશના કોઈ એરપોર્ટમાં પહોંચી ગયાની અનુભૂતી થાય છે. 

વીઆઈપી અને સીઆઈપી લોંજ 

વડોદરા એરપોર્ટમાં ખાસ વીઆઈપી લોંજ અને સીઆઈપી લોંજ તૈયાર કરવામાં આવી છે. જે એરપોર્ટમાં આકર્ષણનું કેન્દ્ર છે. તમામ સુવિધાઓથી આ  બંને લોંજને સજ્જ કરવામાં આવી છે. 

રાજયનું સેકન્ડ લાર્જેસ્ટ એરપોર્ટ

વડોદરા એરપોર્ટ અમદાવાદ બાદ રાજયનું સૌથી મોટું એરપોર્ટ છે. વર્તમાન ડોમેસ્ટીક એરપોર્ટની 7500 સ્કવેર મીટર એરીયામાં છે. ટર્મિનલ માટે 4519 સ્કવેર મીટર લેન્ડનો ઉપયોગ પેસેન્જર એરીયા માટે થયો છે. એરપોર્ટમાં વીઆઈપી અને સીઆઈપી લોંજ 17,500 સ્કવેર મીટર લેન્ડમાં તૈયાર થયું  એરપોર્ટ

ઈન્ટરનેશનલ એરપોર્ટની ખાસ સુવિધાઓ એરપોર્ટમાં વૈભવી રેસ્ટોરન્ટ, એરલાઈન્સ લોજ, ચાઈલ્ડ કેર રૂમ, પ્રાથમિક સારવાર કેન્દ્ર, રેડ ચેનલ, 500 સ્કવેર મીટરમાં ગાર્ડન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ઉપરાંત ટર્મિનલમાં 4 એકસેલેટર , 5 લિફટ, એરોબ્રિજ  સાથે  164.2 મીટરનું સિંગલ સીટ ફેબ્રિકેટેડ ભારતનું સૌથી લાંબુ સ્ટીલનું સીટ લગાવાયું છે. જયાં મુસાફરોની બેસવાની વ્યવસ્થા હશે. 

વડોદરા એરપોર્ટ પર 12 ઓકટોબરના પાર્કિંગની સુવિધા ઉભી કરાઈ છે. અહીં બોઈંગ 737 જેવા એરક્રાફટ પણ ઊતરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને વડોદરા એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા સ્કલ્પચર તેમજ વિવિધ પ્રકારના ડિઝાઈનવાળા સ્ટેચ્યુ પણ મૂકવાની વ્યવસ્થા કરાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer