ધવને વધુ એક શિખર સર કર્યું

ધવને વધુ એક શિખર સર કર્યું
શિખર ધવન વિદેશી ધરતીમાં સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ડાબોડી બૅટ્સમૅન 

પલ્લેકલ, તા. 12 : શિખર ધવને શ્રીલંકા સામે પલ્લેકલમાં રમાઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચના પ્રથમ દિવસે કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. આ સદીની સાથે જ શિખર ધવનના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે. ધવન પહેલો ડાબોડી બેટધર બન્યો છે જેણે વિદેશી ધરતી ઉપર પાંચ સદી ફટકારી છે. વધુમાં શ્રીલંકા સામે ત્રીજી સદી ફટકારીને પુજારા અને સહેવાગના રેકોર્ડની પણ બરાબરી કરી છે. બીજી તરફ કેએલ રાહુલ સાથે મળીને શિખર ધવને પહેલી વિકેટ માટે 188 રનની ભાગીદારી નોંધાવી છે જે શ્રીલંકામાં વિદેશી ટીમ દ્વારા નોંધાવવામાં આવેલી સૌથી મોટી ભાગીદારી બની છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer