ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ : દેશની મજાક ઉડાવતો અમેરિકી બાસ્કેટબૉલ ખેલાડી

ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ : દેશની મજાક ઉડાવતો અમેરિકી બાસ્કેટબૉલ ખેલાડી
નવી દિલ્હી, તા. 12 : અમેરિકાના પ્રખ્યાત બાસ્કેટબોલ ખેલાડી કેવિન ડુરેન્ટ બાસ્કેટ બોલના પ્રમોશન માટે ભારતની મુલાકાતે આવ્યો હતો. ભારતનો પ્રવાસ પૂરો કરીને કેવિને દેશની મજાક કરી હતી અને કહ્યું હતું કે, જ્ઞાન અને પ્રગતિના મામલામાં ભારત વિશ્વથી 20 વર્ષ પાછળ છે. કેવિને કહ્યું હતું કે, ભારતનો પ્રવાસ ખૂબ વિચિત્ર રહ્યો છે. મને અંદાજ નહોતો કે ભારત એવો દેશ છે જ્યાં રસ્તાઓ ઉપર ગાયો અને વાંદરા જોવા મળે છે. લોકો માર્ગની એક બાજુએ ચાલ્યા જાય છે તેમ છતા નિયમોનો ભંગ થતો નથી. જો કે આ નિવેદનો બાદ કેવિન ડુરેન્ટ સામે વિરોધ ઉઠતા ફેરવી તોળ્યું હતું. કેવિને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, ભારત મુદ્દે કહેલી વાતોને અલગ રીતે રજૂ કરવામાં આવી છે. દેશનો પ્રવાસ ખૂબ સારો રહ્યો હતો પણ અમુક વાતો જ કાપીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer